સાઇકલયાત્રા : જમ્મુથી રવાના BSF ના જવાનોની સાઇકલ યાત્રા સામખિયાળી પહોંચી,
ભારતમાતાની રક્ષા કાજે હમેશા તૈનાત રહેતા જવાનો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાઇકલ યાત્રા કરીને જમ્મુથી નીકળેલા કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી પહોંચ્યા હતા .આ રેલીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના કુલ ૧૮ સાયકલ સવારો ભાગ લઈ રહ્યા છે. જમ્મુથી સાઇકલિંગ કરીને આજ રોજ જવાનો સામખિયાળી ખાતે આવી પહોચ્યા હતા જ્યાં ગામ જનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું જેમાં ગામના સરપંચ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનો, આરોગ્ય અને સ્વચ્છ ભારત પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ રાષ્ટ્ર સેવા માટે યુવાનોને આર્મી અને પોલીસ ફોર્સમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા. લોક જાગૃતિ હેતુ સાથેની સાયકલ રેલી જમ્મુથી શરૂ થઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યોના સરહદી વિસ્તારો થઈને ભુજ પહોંચશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.