વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ - At This Time

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨


અવસર લોકશાહીનો: લોકશાહીને વધુ મજબૂત બનાવવા જનતાને અચૂક મતદાન કરવાની ઈ-પ્રતિજ્ઞા લેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ

એક-એક મતની શક્તિ: વેબસાઈટ મારફતે “અચૂક મતદાન કરીશું”ની ઈ-પ્રતિજ્ઞા લઈ દેશના નાગરિક તરીકે પવિત્ર ફરજ બજાવીએ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યુ છે. ચૂંટણીપંચ દ્વારા સર્વે મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં જોડાય તે માટે ઈ-પ્રતિજ્ઞા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાઈ તે માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચે મતદારો માટે https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx લિંક જાહેર કરી છે. આ લીંક ઉપર જઈને મતદારે પોતાનું નામ લખવાનું રહેશે. નામ લખ્યા બાદ મતદાર ઈ - પ્રતિજ્ઞાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી બી.એ.શાહે તમામ મતદારોને લોકશાહીને વધુ સશક્ત બનાવવા અચૂક મતદાન કરવાની ઈ-પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.