બોટાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં કાનૂની સેવાઓ અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન - At This Time

બોટાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં કાનૂની સેવાઓ અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન


નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્લીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા તારીખઃ-૩૧/૧૦/૨૦૨૨ થી તારીખઃ–૧૩/૧૧/૨૦૨૨ના સમયગાળા દરમ્યાન બોટાદ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આવેલ તમામ ગામડાઓમાં "Empowerment of citizens through Legal Awareness and Outreach” પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત જાહેર જનતા નાલ્સાની વિવિધ પ્રજાલક્ષી સ્કીમનો વધુમાં વધુ લાભ લઈ શકે તે હેતુથી જિલ્લામાં આવેલી તમામ ગ્રામ પંચાયતોમાં જાહેર જનતા માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં લેટેસ્ટ લો અને સ્કીમ, મૂળભૂત હક્કો અને ફરજો, મફત કાનૂની સેવા તથા સહાય, ડીઝીટલ પ્રોત્સાહન તેમજ જુદા જુદા કાયદા હેઠળ મળતા હક્કોની જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૨-૧૧-૨૦૨૨ના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લઈ માર્ગદર્શન મેળવે તે માટે સેક્રેટરીશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.