ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં આજદિન સુધી ૪૩ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા : એકપણ ફોર્મ ભરાયું નથી
૧૦૬- ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં આજદિન સુધી એકપણ ફોર્મ ભરાયું કે ઉપાડ્યું નથી
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં અમલી છે. ત્યારે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે.
બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ગઢડા અને બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો પૈકી ઉમેદવારીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે.તા.૦૫ નવેમ્બર,૨૦૨૨ થી ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરુઆત થતાં તે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ સુધી નિયત સમયમર્યાદા સુધીમાં સ્વીકારવામાં આવશે. વધુમાં તા.૧૭ નવેમ્બર,૨૦૨૨ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં આજદિન સુધી ૪૩ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે જેમાં એક પણ ફોર્મ ભરાયું નથી. તેવી જ રીતે ૧૦૬- ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં આજદિન સુધી એકપણ ફોર્મ ભરાયું કે ઉપાડ્યું નથી તેમ, ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, બોટાદ તેમજ ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, શિહોર દ્વારા જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.