બુથ અવેરનેસ ગ્રૂપ ની પ્રથમ બેઠક તમામ બૂથમાં રોજ યોજાઈ. - At This Time

બુથ અવેરનેસ ગ્રૂપ ની પ્રથમ બેઠક તમામ બૂથમાં રોજ યોજાઈ.


અરવલ્લી જિલ્લાની તમામ ત્રણ બેઠક માટે બુથ લેવેલની BAG એટલે કે બુથ અવેરનેસ ગ્રૂપ ની પ્રથમ બેઠક તમામ બૂથમાં ૦૭/૧૧/૨૨ ના રોજ યોજાઈ. જેમાં BLO ની સંયોજક તરીકેની ભૂમિકા નીચે, સરકારી કર્મચારી જેવા કે તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, શાળાના મુખ્ય શિક્ષક શ્રી, આરોગ્ય કર્મી, આંગણવાડી કાર્યકર અને તેડાઘર ઉપસ્થિત રહ્યા અને બુથ પરનું મતદાન વધારવા માટેની નીતિ તૈયાર કરવામાં આવી. બુથ પર રહેલા વિવિધ મતદાતા સુધી આ સંદેશ પહોચાડવામાં આવ્યો. યુવા મતદારોને પણ બેઠકમાં ઉપસ્થિત રાખવામાં આવ્યા જેથી તેઓ પણ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સ્વયંસેવી યોગદાન આપે. આવનારા દિવસોમાં કરવાની થતી મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યુ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon