ચૂંટણી પંચે રાજકોટની ૮ બેઠકો માટે ખર્ચ નિરીક્ષકો મૂક્યા : તમામ IRS અધિકારીઓ બપોરથી રાજકોટમાં
કેન્દ્રીય ચૂંટણી પંચ રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે આઠ તો એકસપેન્ડિચર ઓબ્ઝર્વર મૂકયા છે. આ અધિકારીઓમાં જનાર્દન એસ. (રાજકોટ પૂર્વ અને જસદણ માટે), બાલાક્રિષ્ના એસ. (રાજકોટ પヘમિ અને રાજકોટ ગ્રામ્ય માટે), સેલોન સામદાર (રાજકોટ દક્ષિણ અને ગોંડલ માટે) તથા અમિતકુમાર સોની (જેતપુર અને ધોરાજી માટે)નો સમાવેશ થાય છે. હજુ ઉમેદવારો જાહેર જ નથી થયા અને વિધિવત પ્રચાર શરૂ થવો બાકી છે ત્યારે આ ચૂંટણી ખર્ચ નિરીક્ષકો હાલ તો સંબંધિત ટીમોની તાલીમ બરાબર થઇ છે કે કેમ વગેરે ખરાઇ કરશે. આવનારા દિવસોમાં ઉમેદવારો અને પક્ષોના છૂપા ખર્ચાઓ અને નાણાની ગેરકાયદે હેરફેર વગેરે વિશે તેમને બાતમી આપવી હોય તો મળી પણ શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.