બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી , ટીમ - At This Time

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી , ટીમ


બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી , ટીમ

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની કુલ બોટલો નંગ - ૧૧૯૫. મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ કિ.રૂ .૭,૬૩,૫૦૦ / ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી , ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

આજરોજ તા .૦૨ / ૧૧ / ૨૦૨૨ ના શરૂ રાત્રિના બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , એક સફેદ કલરની બોલેરો પીકઅપ રજી નં . GJ - 07 - YZ - 2595 માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કુકાવાવથી બગસરા તરફ જાય છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમ નવા વાઘણીયા ગામે વોચમાં રહી , એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો , મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ , પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

→ પકડાયેલ આરોપીઃ
( ૧ ) જયરાજભાઇ રાવતભાઇ બસીયા ઉ.વ .૩૫ રહે.સુરગપરા , કુષ્ણનગર , વડીયા તા.વડીયા , જિ.અમરેલી

પકડવાના બાકી આરોપીઃ
( ૨ ) જયેન્દ્રભાઇ જીલુભાઇ બસીયા રહે.અમરનગર , તા.જેતપુર , જિ.રાજકોટ
( ૩ ) ગૌતમભાઇ મોડા રહે.ચલાલા

→ પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ૭૫૦ એમ.એલ.ની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૧૯૫ કિ.રૂ .૩,૫૮,૫૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ. ૫,૦૦૦ / - તથા બોલેરો પીકપ ગાડી રજી.નંબર GJ - 07 - YZ - 2595 કિ.રૂ .૪,૦૦,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૭,૬૩,૫૦૦ / - નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.