જિલ્લા કલેકટરશ્રી બી.એ. શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેકટરશ્રી બી.એ. શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ


રસ્તાના પડતર કામો તાત્કાલિક પૂર્ણ કરવા તાકિદ કરતા બોટાદના કલેક્ટરશ્રી

જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ રોડ-રસ્તાના પડતર કામો તાત્કાલિક પૂર્ણ કરવા સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી બી.એ. શાહે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ટ્રાફિકને અડચણરૂપ વૃક્ષો દૂર કરવામાં આવે તેમજ મહત્વની જગ્યાઓ પર સાઈન બોર્ડ મુકવા આવે. કલેક્ટરશ્રીએ રસ્તાના અધુરા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકિદ કરી હતી.

બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશભાઈ પરમાર,સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.