તાતા સાથે વડોદરામાં ઇન્ક્યુબેટર સેન્ટર શરૂ કરશે . - At This Time

તાતા સાથે વડોદરામાં ઇન્ક્યુબેટર સેન્ટર શરૂ કરશે .


વડોદરાના કાર્યક્રમમાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓએ હાજર રહ્યાં હતા . આ ઉદ્યોગપતિઓની હાજરી વડોદરાના વિકાસમાં કેવી રીતે ફાળો આપશે તે પણ પ્રશ્ન ચર્ચાની એરણે રહ્યો હતો . ઉદ્યોગ જગતના અને રેલવે સાથે કામ કરતા હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસના સીઇઓ આશિષ પટેલે જણાવ્યું હતું કે , આગામી સમયમાં તાતા સાથે ડીઆરડીઓ વડોદરામાં ઇન્ક્યુબેટર સેન્ટર શરૂ કરશે , જેને પગલે વડોદરાની એમએસએમઇ કંપનીઓને નોલેજ અપગ્રેડેશનનો લાભ મળશે તેમજ ડિફેન્સ ક્ષેત્રમાં દેશની દિગ્ગજ કંપનીઓ હાજર રહીને વડોદરામાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે છે . અને ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે તે અંગેનો રોડ મેપ તૈયાર કરશે . જે દેશની વિવિધ કંપનીઓને સ્થાનિક કંપનીઓ દ્વારા વસ્તુઓ પૂરી પાડવામાં આવશે અને આગામી સમયમાં વડોદરા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં તરીકે આગળ આવશે.હજુ ફાઈટર પ્લેન , પેસેન્જર પ્લેન અને અન્ય સાધનો બનાવવાનાં બાકી છે . અમારી કંપની ટ્રેનમાં જે ગ્લાસ વાપરે છે તેના કરતાં 5 ગણા અપગ્રેટેડ ગ્લાસ ફાઈટર પ્લેનમાં વપરાય છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.