રાજકોટના 60 કેદીને 15 દિવસની રજા, માતા દીકરાને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી, કેદીએ કહ્યું- ખુશીનો પાર નથી - At This Time

રાજકોટના 60 કેદીને 15 દિવસની રજા, માતા દીકરાને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી, કેદીએ કહ્યું- ખુશીનો પાર નથી


રાજકોટ મધ્યસ્થ જેલની બહાર આજે દિવાળીના દિવસે લાગણીસભર દૃશ્યો જોવાં મળ્યાં, કારણ એટલું જ કે સરકારે 60 કેદી પરિવાર સાથે દિવાળી ઊજવી શકે તે માટે 15 દિવસના પેરોલ જામીન પર રજા આપી છે. આજે એક બાદ એક કેદી જેલની બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેડવા આવેલા કોઈનાં બાળકો તો કોઈની માતા ભેટી ભેટીને રડતાં નજરે પડ્યાં હતાં. માહોલ એવો સર્જાયો કે, આ દૃશ્યો જોઈને ઉપસ્થિત સૌ કોઈ પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યાં નહોતાં. એક માતા તો કેદી દીકરો જેવો બહાર આવ્યો ને સામે દોડી જઈ ભેટી પડી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તો બીજી તરફ એક કેદીએ કહ્યું કે, હું તો 20 વર્ષથી જેલમાં છું પણ આજે બહાર નીકળતા મને ખુશીનો પાર નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.