સાબરકાંઠામાં આજે ગુજરાત ગૌરવયાત્રા જિલ્લામાં ત્રણ વિધાનસભામાં ગૌરવયાત્રા ભ્રમણ કરશે - At This Time

સાબરકાંઠામાં આજે ગુજરાત ગૌરવયાત્રા જિલ્લામાં ત્રણ વિધાનસભામાં ગૌરવયાત્રા ભ્રમણ કરશે


જિલ્લામાં ત્રણ વિધાનસભામાં ગૌરવયાત્રા ભ્રમણ કરશે

સાબરકાંઠા ભાજપ દ્વારા યાત્રાના રૂટ માં કેસરિયા રંગમાં રંગાઈ જાય તેવું ભવ્ય આયોજન

હિંમતનગર :

દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારની ગુજરાત ગૌરવયાત્રા આજે અરવલ્લી જિલ્લામાંથી સાબરકાંઠા જિલ્લામાં સવારે 10:00 કલાકે રોઝડથી પ્રવેશ કરશે, જયાં સ્વાગત કરવામાં આવશે, યાત્રા ના રૂટ અંગે વધુ વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે વધુમાં જણાવેલ કે, યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાજી સાથે રહેશે, તેમની પહેલી જાહેર સભા તલોદ ખાતે સવારે 10: 45 કલાકે યોજાશે, યાત્રાના આગળના રૂટમાં પ્રાંતિજ બપોરે 12:30 કલાકે સ્વાગત સભા, બપોરે 1:00 કલાકે સલાલ સ્વાગત, રામપુર ચોકડી થઈને હિંમતનગર તાલુકાના નિકોડા ગામે બપોરે 1:30 કલાકે સ્વાગત સભા, જ્યારે ગાંભોઈ બપોરે 2:45 કલાકે જાહેર સભા યોજાશે, ખેડ ગામે બપોરે 3:30 કલાકે સ્વાગત સભા, ઇડર તાલુકાના બોલુન્દ્રા બપોરે ૩:૪૫  કલાકે સ્વાગત, બડોલી જાહેર સભા સાંજે ૪:૦૦ કલાકે, ઈડર શહેરમાં સાંજે સ્વાગત સભા, છાપી સાંજે ૫:૩૦ કલાકે સ્વાગત સભા યોજાશે. આ યાત્રામાં પ્રદેશના આગેવાનો, જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો, મંત્રીશ્રીઓ, ધારાસભ્ય સહિત સંગઠનના તમામ પદાઅધિકારી હાજર રહેશે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.