અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ધી આરાધના બચત સહકારી મંડળી લી.ની સાણંદ બ્રાંચની ટીમની મીટીંગ યોજાઈ હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7yvmip7jgztvbl7a/" left="-10"]

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ધી આરાધના બચત સહકારી મંડળી લી.ની સાણંદ બ્રાંચની ટીમની મીટીંગ યોજાઈ હતી


આજરોજ સાણંદ શહેર નગરપાલિકા હોલ ખાતે ધી આરાધના બચત સહકારી મંડળી લી. ની નગરપાલિકા હોલ ખાતે મીટીંગનું આયોજન થયેલ જેમાં આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી નવનીત ઝાલા સાણંદ બ્રાન્ચ ના કૈલાસબેન વાઘેલા રાજુભાઈ સોનોરા વિરમગામ બ્રાન્ચના દિનેશભાઈ પરમાર કંચનબેન પરમાર માધવ નગર બ્રાન્ચ ના કામિનીબેન રાણા વિજયભાઈ રાણા તેમજ ધી આરાધના બચત સહકારી મંડળી લી. ની અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ શાખાઓ આવેલી છે તે શાખાઓના બ્રાન્ચ મેનજરો પણ હાજર રહેલ. ધી આરાધના બચત સહકારી મંડળી લી.ના ચેરમેન શ્રી નવનીત ઝાલાનું ફૂલોથી સ્વાગત સ્વાગત કર્યું સાણંદ બ્રાન્ચના કૈલાસબેન વાઘેલા તેમજ રાજુભાઈ સોનારાનું પણ સ્વાગત કરવામાં આવ્યું તે ધી આરાધના બચત મંડળી લી.સાથે સંકળાયેલા એડવાઈઝર એરિયા મેનેજર અને મેનેજર તેમના કામ પ્રમાણે ટાર્ગેટ પૂરો કરેલ હોય તેઓને મંડળી તરફથી ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવ્યા. મંડળીના ચેરમેન શ્રી નવનીત ઝાલા દ્વારા મંડળીની નોંધણી તેમજ કેટલા વર્ષથી ચાલે છે તેમજ મંડળીમા જોડાવા માટે શું કરવું તેના વિશે માહિતી આપવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]