ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ભાવનગર હાઈવે યાજપુર રોડ ઉપર ભારે વાહનોથી ઉઠતી ધુળ ડમરીઓથી દુકાનદારો ત્રાહિમામ વાહન ચાલકો પરેશાન તાત્કાલિક પાકો રસ્તો બનાવવા લોકોએ કરી માંઞ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ભાવનગર હાઈવે યાજપુર રોડ ઉપર ભારે વાહનોથી ઉઠતી ધુળ ડમરીઓથી દુકાનદારો ત્રાહિમામ વાહન ચાલકો પરેશાન તાત્કાલિક પાકો રસ્તો બનાવવા લોકોએ કરી માંઞ


તા:3 ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં સોમનાથ ભાવનગર હાઈવે યાજપુર રોડ હોન્ડ શોરૂમ ની બાજુમાં બે વર્ષ પહેલા બેઠો પુલ પણ બનાવવામાં આવ્યો હતો જેમનું કામ પણ હજુ પણ બે વર્ષથી અધૂરું જોવાં મળે છે આ પુલની કામગીરી જેમની તેમજ દેખાઈ રહી છે આ ગોકુળગતીએ ચાલતાં કામથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયાં છે સોમનાથ-ભાવનગર હાઈવે ઉપર ભારે વાહનો પ્રચાર થતાં હોય છે ત્યારે આજે ધીમી ગોકુળઞતિએ ચાલતાં કામો અટકી પડતાં ધંધાર્થીઓ દુકાનદારો અને વાહન ચાલકો ધુળની ડમરીઓથી ત્રાહિમામ પોકારી રહ્યા છે જેમાં ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તો ખતરનાક સાબિત થાય છે જો ચશ્માં નાં હોય તો આંખો ગુમાવવાનો પણ લોકોનો વારો આવે એવી પરીસ્થિતિ દેખાઈ રહી છે

ત્યારબાદ અહિયાં એકસીડન્ટ થવાનાં પણ અનેક ભયંકર બનાવ બને એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવાં છતાં પણ તંત્ર કે સરકારનાં પેટમાં પાણી હલતું નથી ત્યારે જવાબદાર કોણ ??? એ પણ એક સવાલ છે આજે આ ફોર લાઈન રસતાનું કામ ધિમી-ઞોકુળઞતિએ પાંચ વર્ષથી ચાલતું કામ આજે વરસાદનાં પાણીમાં રસ્તા ખાડામાં ખાડામાં રસ્તાઓ અને ધૂળની ડમરીઓ રસ્તામાં રસ્તામાં ધુળની ડમરીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઞઇ છે તો આ રસ્તો તાત્કાલિક પાકો બનાવે અને ડામર પાથરવામાં આવે તો અનેક લોકોનાં જીવ પણ બચી જાય એવું પણ દેખાઈ રહ્યું છે અને 2022ની ચૂંટણી પહેલાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને જો રસ્તાની તાત્કાલિક કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ઞીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon