રાજકોટમાં મહારાષ્ટ્રની હોકી અને સ્વિમિંગની મહિલા ટીમનું ઢોલ નગારા સાથે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. - At This Time

રાજકોટમાં મહારાષ્ટ્રની હોકી અને સ્વિમિંગની મહિલા ટીમનું ઢોલ નગારા સાથે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું.


રાજકોટ શહેર તા.૧/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર તા.૨૯-સપ્ટેમ્બર થી તા.૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટના યજમાન પદ હેઠળ તા.૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગઈકાલ સાંજે મહારાષ્ટ્રની હોકી અને સ્વિમિંગની મહિલા ટીમનું ઢોલ નગારા સાથે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ટીમ સભ્યો પણ ઢોલ નગારાના તાલ પર ઝૂમી ઉઠ્યા હતા. રાજકોટ આવતી તમામ ટીમોનું એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને બસપોર્ટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાઠિયાવાડી પરંપરા મુજબ સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.