હિંમતનગર તાલુકા માં પીપલોદી ગામ માં છેલ્લા 15 દિવસ થી.
હિંમતનગર તાલુકા માં પીપલોદી ગામ માં છેલ્લા 15 દિવસ થી એક કુતરા ના પગમાં લોખંડ નો તાર ફસાઈ ગયેલ આની જાન ત્યાંના રહીશ દ્વારા એક જીવદયા પ્રેમી ઉચિત રાવલ ને કરવામાં આવી કુતરા ને નાની મોટી ઇજા માં બ્રાહ્મણ સમાજના ઉચિત ભાઇ રાવલ તાત્કાલિક એમનાથી થતી સેવા કરવા દોડી જાય છે તેજ રીતે આ પીપલોદી વાળા કુતરા માટે તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી એ કુતરા ને પકડી પડેલ અને તેના પગમાં તાર ફસાઈગયેલ એને કાઢી તેને વેદના માંથી દૂર કરેલ ત્યાર બાદ પ્રાણી અત્યાચાર નિવારણ ના ર્ડો એકતા બેન ને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોચી એ કુતરા ની સારવાર કરી એને પીડા માંથી મુક્ત કરેલ.
ઉચિત ભાઇ રાવલ ની સેવા ખરેખર ખુશીથી બિરદાવા જેવી છે, તેઓ ગમે ત્યારે દિવસ કે રાત જોયા વગર કૂતરાઓની સેવા કરવા માટે દોડી જાય છે, આ ઉચિત ભાઇ નું કામ જોઈને આપણે પણ કંઈક શીખવું જોઈએ અને વધારે નહી તો એકાદ રોટલી ઘર આંગણે આવેલા અથવા સોસાયટીમાં રહેતા કૂતરાને આપવી જ જોઈએ.....તેમની આ કામગીરી ને પીપલોદી ગામ ના રહીશો દ્વારા બિરદાવવામાં આવી હતી .
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.