રાજકોટ શહેર ભગવતીપરામાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ૪ શખ્સોની ધરપકડ. - At This Time

રાજકોટ શહેર ભગવતીપરામાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ૪ શખ્સોની ધરપકડ.


રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર SOG ના ઇન્ચાર્જ PI વાય.બી.જાડેજા ની સુચનાથી SOG ની ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી આધારે આશાબાપીરની દરગાહ પાસે ભગવતીપરા શેરી.૫માં જાહેર શૌચાલય પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના ૨૩.૮ ગ્રામના જથ્થા સાથે રાજકોટના ટીપુ સુલતાન રફીક શેખ, મધ્યપ્રદેશના જાવેદખાન હમીદખાન પઠાણ, ફારૂક ફીરોજખાન પઠાણ, આમીરખાન ઇલ્યાસખાનનો નામના શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે આ શખ્સો પાસેથી M.D ડ્રગ્સ અને મોબાઈલ મળી કુલ રૂ.૨.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ૪ શખ્સોને ૨ દિવસના ડિમાન્ડ પર લઈ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથધરી છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.