તમારા કામનું / 1 શેરના બદલામાં 4 શેર બોન આપી રહી છે આ કંપની, જુઓ શું છે નફો - At This Time

તમારા કામનું / 1 શેરના બદલામાં 4 શેર બોન આપી રહી છે આ કંપની, જુઓ શું છે નફો


Penny Stock Share Price: સ્મોલ-કેપ કંપની અન્શુની કોમર્શિયલ (Anshuni Commercials) તેના રોકાણકારોને નફો આપવાની તૈયારી કરી રહી છે. અન્શુની કોમર્શિયલ ટૂંક સમયમાં બોનસ શેરનું વિતરણ કરવા જઈ રહી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 4:1 ના રેશિયોમાં બોનસ શેર (Bonus Share) જાહેર કર્યા છે. આનો અર્થ એ છે કે શેરધારકોને રેકોર્ડ ડેટ પર 1 ઇક્વિટી શેર સામે 4 બોનસ શેર મળશે.

કંપનીએ શું કહ્યું

કંપનીએ તેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે આ અમારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની શેરધારકોને 4 ના રેશિયોમાં બોનસ શેર આપવાની ભલામણના સંબંધમાં છે. હાલના ઇક્વિટી શેર પર 4 બોનસ ઇક્વિટી શેર મંજૂર કર્યા. 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના શેરધારકો દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે. આ માટેની રેકોર્ડ ડેટ શુક્રવાર, 7 ઓક્ટોબર, 2022 નક્કી કરવામાં આવી છે.

જુઓ શેરોની સ્થિતિ

તેની બજાર કિંમત 0.10 કરોડ રૂપિયા છે. વર્ષ 1984માં તેની શરૂઆત થઈ ત્યારથી, અન્શુની કોમર્શિયલ લિમિટેડ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં 30 વર્ષથી વધુ સમયથી એક્ટિવ છે. તે લાઈટ પોલિશ કરવામાં આવેલા હીરા સાથે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય ગ્રાહક બજારોમાં સેવા આપે છે. આ ફર્મ મોટાભાગે D થી K સુધીના રંગના ગોલાખાર હીરા અને VVS થી I2 સુધીની શુદ્ધતા રેટિંગમાં 0.02 સેન્ટ્સથી 3.99 કેરેટના આકાર સાથે વ્યવહાર કરે છે.

રોકાણકારોના 7 લાખ કરોડનું ધોવાણ 

ભારતીય શેરબજાર (Indian Stock Market) ના રોકાણકારો Investors) માટે સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર બ્લેક મન્ડે Black Monday) સાબિત થઈ રહ્યું છે. અમેરિકા United States) સહિતના યુરોપિયન દેશોના મંદી અને મોંઘા દેવાના કારણે સ્થાનિક વિદેશી રોકાણકારો સતત પ્રોફિટ બુક કરી રહ્યા છે, જેના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ ગગડી ગયો હતો, જેના કારણે રોકાણકારોની સંપત્તિને ઘણું નુકશાન થયું છે. શેરબજારના રોકાણકારોની 7 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon