( ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા પ્રેરિત ) " ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા ડભોઈ - દર્ભાવતિમાં ભવ્ય ગરબાની તડામાર તૈયારીઓ " - At This Time

( ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા પ્રેરિત ) ” ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા ડભોઈ – દર્ભાવતિમાં ભવ્ય ગરબાની તડામાર તૈયારીઓ “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

આવનાર સોમવારના રોજથી માઁ આધશિકતની ભક્તિનું નવલુંપર્વ નવરાત્રી શરૂ થનાર છે. જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રીના ગરબાએ સમગ્ર ગુજરાતની આગવી ઓળખ છે જે જગવિખ્યાત છે. ત્યારે ડભોઈ - દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ( સોટ્ટા ) પ્રેરિત ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા ડભોઇના એ.પી.એમ.સી ગરબા ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે તૈયારીઓ પૂર્ણ થવાનાં આરે છે. આ ગરબા ગ્રાઉન્ડ ખાતે ડેકોરેશન, ભવ્ય ગરબા સ્ટેજ, તેમજ ખાણી પીણીના સ્ટોલ જેવી સુવિધા આયોજકો દ્વારા રાખવામાં આવી છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ફરીથી દર્ભાવતિની ગરબા પ્રેમી જનતા માટે આ નવરાત્રી પર્વમાં સમૂહ જાહેર ગરબાનું આયોજન કરવામાં આવતા ગરબા રસિકો અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માં શક્તિની આરાધના અને ગરબે ઘુમવા આ આ પર્વની યુવાધન આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. માં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ આયોજિત નવલા નોરતાના થનગનાટ માટે પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના માર્ગદર્શન મુજબ આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. હાલ ચાલતી તૈયારીઓમાં આયોજકો દ્વારા ખૂબ જ કાળજી લઈ મહેનત કરવામાં આવી રહી છે. આયોજકો રાત દિવસ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખડેપગે ઉભા રહી તૈયારીઓ કરવી રહ્યા છે. અને દરેક વસ્તુની ઝીણવટભરી કાળજી લઈ નિરીક્ષણ તૈયારીઓ કરી રહ્યા છે.
સોમવારે રાત્રિના ૯:૦૦ કલાકે ડભોઇ - દભૉવતીના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાની ઉપસ્થિતિમાં પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીના આશીર્વચન સાથે આ ગરબા ગ્રાઉન્ડ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવશે. જેનો લાભ ડભોઇ નગરની તેમજ તાલુકાની ધર્મપ્રેમી જનતા ઉત્સાહભેર લેશે. આ મહોત્સવમાં ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત પહેરવાનો રહેશે. અન્યથા ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમવા માટે એન્ટ્રી મળશે નહીં તેવું આયોજન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.