દહેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મહિલા ના કુટુંબનિયોજન ઓપરેશન દરમિયાન મોત પરિવારજનોએ કરયો હોબાળો

દહેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મહિલા ના કુટુંબનિયોજન ઓપરેશન દરમિયાન મોત પરિવારજનોએ કરયો હોબાળો


દહેગામ આરોગ્ય કેન્દ્ર માં એક મહિલા નું કુટુંબ નિયોજન નું ઓપરેશન દરમિયાન અચાનક મોત થતા કુટુંબીજનો એ હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ ના સુજાના મુવાડા ગામની મહિલા સંગીતાબેન( ઉંમર 29)નું પિયર સુજાના મુવાડા અને સાસરી મહેમદાવાદ જે કુટુંબ નિયોજન ના ઓપરેશન માટે દહેગામ આરોગ્ય કેન્દ્ર માં દાખલ કરવામાં આવ્યા હતા જે ઓપરેશન દરમિયાન અચાનક તેમનું મોત થતા પરિવારજનો એ ડોક્ટર પર બેદરકારી નો આરોપ લગાડી હોબાળો મચાવતા ભીડ ભેગી થઇ ગઈ હતી આ દરમિયાન પોલીસ ને જાણ થતા પોલીસ દ્વારા દરમિયાનગીરી કરતા આ મામલે લાશ નું પેનલ થી પોસ્ટમોટમ કરાવી અકસ્માતે ગુનો નોંધી પોલીસે રિપોર્ટ ના આધારે તપાસ હાથ ધરી છે , , એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »