રાભડા પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને ₹ 20,000 ની કિંમત ના ટેબલેટ ઇન્ટરનેટ સુવિધા ની ભેટ - At This Time

રાભડા પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને ₹ 20,000 ની કિંમત ના ટેબલેટ ઇન્ટરનેટ સુવિધા ની ભેટ


રાભડા પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને ₹ 20,000 ની કિંમત ના ટેબલેટ ઇન્ટરનેટ સુવિધા ની ભેટ

દામનગર ના શ્રી રાભડા પ્રાથમિક શાળામાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ધોરણ સાતમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ₹ 20,000 ની કિંમત ના ટેબલેટ ઇન્ટરનેટ સુવિધા સાથે આપવામાં આવ્યા હતા.
લાઠીના વતનપ્રેમી દાતા ભરતભાઈ દેસાઈ (સમવિદ વેંચર) દ્વારા, ડૉ દીપક ફાટકજી (આઇ.આઇ. ટી-બોમ્બે)ના માર્ગદર્શન હેઠળ સમયની માંગ મુજબ આધુનિક પ્રવાહ સાથે ગ્રામ્ય બાળકો પણ ટેકનોલોજી સાથે તાલમેલ સાધી શકે એ હેતુથી અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા "દીપશાલા" કાર્યક્રમ અંતર્ગત બાળકોને અતિ આધુનિક ટેબલેટ અને ઉત્કૃષ્ટ કન્ટેન્ટના માધ્યમથી શિક્ષણ આપવાનો વિનમ્ર પ્રયાસ ખરેખર સરાહનીય છે.
ટેબલેટ વિતરણના આ પ્રસંગે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન રીજનલ મેનેજર શ્રી શંકર શર્માજી,પ્રોજેક્ટ મેનેજર ગુજરાત શ્રી હાર્દિકભાઈ સોનછાત્રા, માસ્ટરટ્રેનર ઠાકર દિપાલીબેન તથા રાભડા ગામના સરપંચ શ્રી અને ગામના વાલીઓની ઉપસ્થિતિમાં બાળકો તથા શિક્ષકોને ટેબલેટ સમર્પિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.