ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં કાણકીયા-ઝાંઝરીયા થી બોડિદર 1.600 કિ.મીનો નવો બનાવેલ રસ્તામાં ધોધમાર વરસાદથી અડધો કિ.મી રસ્તામાં ઞાબડા પડ્યાં હતાં આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવામાં આવ્યો લોકોમાં હાશકારો

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં કાણકીયા-ઝાંઝરીયા થી બોડિદર 1.600 કિ.મીનો નવો બનાવેલ રસ્તામાં ધોધમાર વરસાદથી અડધો કિ.મી રસ્તામાં ઞાબડા પડ્યાં હતાં આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવામાં આવ્યો લોકોમાં હાશકારો


તા:24 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ઝાંઝરીયા-કાણકિયા બોડિદર રસ્તો ઉના અને ગીર ગઢડા હાઇવે રોડ ઉપર પ્રચાર થાય છે જ્યાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર ભિયાળ બોડિદર ડોળાસા અડવી સોનપરા જમનવાડા વિઠલપુર આદપોકાર કામ ધંધા નોકરી અન્ય કામ માટે લોકોને શહેરી વિસ્તાર તરફ જવા માટે આ કાયમી રસ્તો હોય તેમનું કામ વર્ષોથી પેઇન્ટિંગ પડ્યું હતું આ રોડ રાજ્ય સરકારએ મંજુર કરતાં આ રસ્તાનું કામ તા:1/10/2021 થી શરુ થયું હતું આ રસ્તો બનાંવવા માટે આ રસ્તાની લંબાઈ 1.600 કિ.મી જેમની ડામરની સપાટી 1.5200 કિ.મી કુલ નાળા સંખ્યા=2 માટીકામ 874.00 ઘન મીટર વોટર બાઉન્ડ મેકાડેમ-મેટલ 585 ઘન મીટર સિલ કોટન =158 આ રીતે કામ મંજૂર થયું હતું આ કામ 30/6/2022 છ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાદ આ રસ્તાનાં કામમાં સારુ એવું મટીરીયલ વાપરવાં છતાં સતત પાણીનો મારો હોય તેમ છતાં આ વર્ષે ભારે વરસાદ પડવાથી અને બાજુમાં પાણીનું મોટું તળાવ હોય જેમનાં લીધે આ રસ્તા ઉપર માટી છીકણી હોવાથી આ રસ્તો બેસી જવાથી આ રસ્તા ઉપર ખાસ મુહર્ત થાય તે પહેલાં જ ડામર તૂટી જતાં આ રસ્તામાં અડધો કિ.મી રસ્તામાં ગાબડાં પડ્યાં હતાં

ત્યારબાદ આ રસ્તાની તાત્કાલિક પ્રેસ પ્રતિનિધિને જાણ કરતાં પૂર્વ સરપંચ રણજીતભાઈ વાળાએ જાણ કરી હતી જેમનાં સમાચાર ન્યુઝ પેપરમાં આવતાંની સાથે તુરંત જ ઉપરનાં અધિકારીઓને જાણ થતાં કોન્ટ્રાકરોને ટેલીફોનિક જાણ કરતાં તાત્કાલિક જી.સી.બી અને મજૂરો સાથે મટીરીયલ મોકલીને આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું. હજુ તો આ રસ્તાનું ખાસ મુહૂર્ત પણ થયું નથી ત્યાં ભારે વરસાદનાં કારણે રસ્તો તૂટી જવાથી લોકોમાં રોષ ફેલાયો હતો જેમનું સમારકામ રીપેરીંગ તાત્કાલિક થઈ જતાં લોકોએ હાશકારો લીધો હતો હજુ પણ આ રસ્તો થોડો તળાવની બાજુમાં હોય તો આ રસ્તો 1 ફુટ જેટલી ભર્તી કરીને ઊંચો લઈ કાંકરી મટીરીયલ ભરીને આર.સી.સી રોડ મંજૂર કરવામાં આવે તો ભારે વરસાદનાં કારણે રસ્તો તૂટવાની શક્યતાઓ પણ ઓછી રહે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ઞીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »