ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે યુવાઓમાં રહેલી કલાનો વિકાસ થાય તે હેતુથી એક “રંગોળી સ્પર્ધા” નું આયોજન - At This Time

ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે યુવાઓમાં રહેલી કલાનો વિકાસ થાય તે હેતુથી એક “રંગોળી સ્પર્ધા” નું આયોજન


અત્રેની ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે કરવામાં આવેલ જેમાં બોટાદ જિલ્લાના શ્રી હિતેન્દ્રસિંઘ દાયમા અને ગઢડા શહેરના સંયોજક શ્રી દીપકભાઈ સોની અને વિજયભાઇ શેફાતરાના સહયોગથી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિંમતભાઈ સેંજલિયા અને રંગકલા કૌશલ્યધારાના કન્વીનર ડૉ. રાજેશ કોઠારીના માર્ગદર્શન હેઠળ “રંગોળી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાના વિષયો (૧) આઝાદી કા અમૃત મહોત્સવ (૨) સરકારશ્રીની વિવિધ યોજનાઓ (૩) ભારતીય સંસ્કૃતિ રાખવામાં આવેલ. જેમાં નિર્ણાયક તરીકે ડૉ. વિરેનકુમાર પંડયા, શ્રી હિતેન્દ્રસિંઘ દાયમા અને પ્રા.કોમલબેન શાહેદાદપુરીએ નોંધનીય ભૂમિકા ભજવી હતી પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ સ્પર્ધકોને પ્રિન્સિપાલ ડૉ. હિંમતભાઈ સેંજલિયાએ અભિનંદન પાઠવી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદના પુસ્તકો ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને તમામ સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિ પ્રોત્સાહક રહી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અમિતભાઈ રાણાએ કર્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon