હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનુંઆયોજન
હિંમતનગરમાં સૌ પ્રથમવાર સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક. મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે.
આ મહિલાઓ દ્વારા ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વ ને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન પંચાલ સમાજવાડી,પંચદેવ મંદિર ની સામે, ખેડ તસીયા રોડ,મહાવીર નગર, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી, હેન્ડમેડ જ્વેલરી, દાંડિયા, કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લાભ લઇ સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહિત કરવા સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દ્વારા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.