અમદાવાદના સાણંદમાં આશા વર્કર મહિલાઓ દ્વારા ધારાસભ્ય કનુભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યુ. - At This Time

અમદાવાદના સાણંદમાં આશા વર્કર મહિલાઓ દ્વારા ધારાસભ્ય કનુભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યુ.


અમદાવાદના સાણંદમાં આશા વર્કર મહિલાઓ દ્વારા સમાન વેતનની માંગ સાથે ધારાસભ્ય કનુભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

રાજ્યના આરોગ્ય વિભાગમાં હેલ્થ કાર્યકર તરીકે આશા કાર્યકરો પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા એક અઠવાડિયાથી હડતાલ પર છે તેમ છતાં સરકાર તરફથી પોતાની પડતર માંગણીઓના પ્રશ્નો ના સંતોષાતા આજે સાણંદમાં આશા વર્કર મહિલાઓ ધારાસભ્યના નિવાસ્થાને રેલી સ્વરૂપે પોલીસ બંદોબસ્ત સાથે જઈને આવેદનપત્ર પાઠવ્યુ હતું

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તર સુધી આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચે તે માટે આરોગ્ય વિભાગમાં એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ એટલે કે આશા કાર્યકરોની નિમણૂક કરી છે જોકે કેટલા સમયથી આશા કાર્યકરોને પૂરતું વેતન ન મળતા તેમજ તેઓની વિવિધ માંગને લઈને તેઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ તેઓની માંગણીઓનો યોગ્ય નિકાલ ન આવતા છેલ્લા એક અઠવાડિયાથી આશા કાર્યકરો વિવિધ સ્વરૂપે આંદોલન કરી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ વિચારણા ન થતા આખરે ગુજરાત ભરમાંથી આશા વર્કર મહિલાઓ પોતાના હક અને માંગણીઓ માટે રસ્તા પર ઉતરવું પડ્યું

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ 📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.