જિલ્લા સંકલન(વ) અને ફરિયાદ સમિતિની બેઠક અધિક નિવાસીકલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ - At This Time

જિલ્લા સંકલન(વ) અને ફરિયાદ સમિતિની બેઠક અધિક નિવાસીકલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ


*જિલ્લા સંકલન(વ) અને ફરિયાદ સમિતિની બેઠક અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ*
************************
*સાબરકાંઠા જિલ્લા સંકલનના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા*
******************
સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક આજે તારીખ ૧૭/૯/૨૦૨૨ના રોજ અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પોળો હોલ સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડા અને અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં તાબાની કચેરીનું નિરીક્ષણ, પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆત તથા પત્રોનો નિકાલ સમયસર કરવા અને સરકારી બાકી લેણાંની વસૂલાત તથા માહિતી ખાતા દ્વારા આપવામાં આવતી જાહેર નિવિદાના જુદા-જુદા વિભાગોના બિલોની ચુકવણી તથા અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાની સાથે સંતોષકારક જવાબ આપવા જણાવ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જન જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો અંગે એકબીજાના વિભાગો સંકલનમાં રહી ટીમ સાબરકાંઠા વહીવટીતંત્રનો સારો દેખાવ અને પરિણામલક્ષી કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ વર્ષ ચૂંટણીનું હોય ચૂંટણીલક્ષી કાર્યને ટોચ અગ્રતા આપી સૌનો સાથ સહકાર મળી રહે તે અનિવાર્ય અને આવશ્યક છે. સાથે સાથે જે તે વિભાગને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટ પ્રમાણેની સિદ્ધિઓ હાંસલ કરી વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કરી લોકલ્યાણ જનસુખાકારીના કાર્યો હાથ ધરવા જણાવ્યું હતું અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે જોવા સૌને અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.