વેપારી કાફેમાં પાર્સલ લેવા ગયા અને ગઠિયો સ્કૂટરની ડેકી ખોલી 1.20 લાખ ઉઠાવી ગયો - At This Time

વેપારી કાફેમાં પાર્સલ લેવા ગયા અને ગઠિયો સ્કૂટરની ડેકી ખોલી 1.20 લાખ ઉઠાવી ગયો


આંગડિયા પેઢીમાંથી પૈસા લઇ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે પોતાના ઘરે જતા હતા

રાજકોટમાં આંગડિયા પેઢીથી જ વેપારીનો પીછો થતો હોવાની શંકા, સીસીટીવી ફૂટેજમાં એક શખ્સની શંકાસ્પદ હિલચાલ જોવા મળી

આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળતા લોકોની નજર ચૂકવી ગઠિયાઓ મોટો દલ્લો ઉઠાવી જતા હોવાની છાશવારે ઘટના બને છે, શહેરમાં વધુ એક ઘટના બની હતી, આંગડિયા પેઢીએથી રૂ.1.20 લાખ રોકડા લઇ વેપારી ઘરે જવા નીકળ્યા હતા અને કાફેમાં ફૂડનું પાર્સલ લેવા ગયા હતા એટલી જ વારમાં ગઠિયાઓ સ્કૂટરની ડેકી તોડી રૂ.1.20 લાખની રોકડ ભરેલો થેલો ઉઠાવી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.