વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત હિંમતનગર તાલુકામાં કુલ રૂપિયા ૧.૬૫ કરોડની રકમના ૨૦ વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તથા કુલ રૂપિયા ૪.૬૩ કરોડની રકમના ૧૫૫ કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી હિંમતનગર તાલુકાનો ચારે દિશાએ સર્વાંગી વિકાસ થયો છે. અંબાજી, શામળાજી, મોઢેરા પવિત્ર યાત્રાધામોને જોડતા રસ્તાઓ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૧ કામો રૂપિયા ૨૫૦ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે.
ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા
વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત હિંમતનગર તાલુકામાં કુલ રૂપિયા ૧.૬૫ કરોડની રકમના ૨૦ વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તથા કુલ રૂપિયા ૪.૬૩ કરોડની રકમના ૧૫૫ કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં આજે હિંમતનગર ખાતે ડૉ.નલીનકાંત ગાંધી ટાઉનહોલમાં પ્રાંતકક્ષાનો ઇ-લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો
૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસ કામોની ઝાંખી જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત હિંમતનગર તાલુકામાં કુલ રૂપિયા ૧.૬૫ કરોડની રકમના ૨૦ કામોનું ઇ-લોકાર્પણ તથા કુલ રૂપિયા ૪.૬૩ કરોડની રકમના ૧૫૫ કામોનું ઇ-ખાતમુહૂર્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં આજે ૪૫૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ-ખાત મૂહુર્ત કરવામાં આવ્યુ છે.
વિશ્વાસથી વિકાસયાત્રામાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ જિલ્લા આયોજન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કામોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ૬ લાખ ૯૦ હજારના ખર્ચે ગટરલાઇન, ૪ લાખ ૬૫ હજારના સી.સી.રોડ, ૪૩ લાખ ૭૧ હજારના ૯ કામો પેવર બ્લોક,જાહેર શૌચાલયના રૂ. ૫ લાખના ૨ કામો,પી.એસ.સી સબ સેન્ટરના રૂ.૧ કરોડ પાંચ લાખ શાળાઓમાં પેવર બ્લોકના 30 લાખના ૧૨ કામો, સી.સી.રોડ, ડામર રોડના રૂ.૨ કરોડ ૮૩ લાખના ૩૨ કામો, પ્રોટેકશન વોલ, ગટર લાઈનના ૭૧ લાખ ૭૫ હજારના ૪૬ કામો પેવરબ્લોકના ૧૮ લાખ ૧૫ હજારના ૧૦ કામો દૂધ મંડળીના મકાન,સી.સી.ટી.વી,શોષખાડા માટેના ૨૮ લાખ ૩૪ હજારના ૩૬ કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વિકાસની રાજનીતિ દ્વારા હિંમતનગર તાલુકાનો ચારે દિશાએ સર્વાંગી વિકાસ થયો છે. કેન્દ્ર રાજ્ય સરકારના પ્રયત્નો અને જન કલ્યાણની વિવિધ યોજનાઓથી જન સુખાકારીમાં વધારો થયો છે. આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, સર્વજન સુખાય,સર્વજન હિતાય દરેક સમાજનો સમુચિત વિકાસ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિંમતનગર તાલુકા શહેર થી અંબાજી, શામળાજી, મોઢેરા તથા અન્ય પવિત્ર ધામોને જોડતા રસ્તાઓ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૧ કામો રૂપિયા ૨૫૦ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે અને આ તાલુકામાં લોકો ખેતી, પશુપાલનના વ્યવસાયથી આગળ વધી રહ્યા છે, દૂધ ઉત્પાદનની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.શિક્ષણમાં ૧૦ હજાર કરોડના બજેટથી ૧૨૦૦ શાળાના ઓરડાઓ મંજૂર કર્યા છે અને સાબરકાંઠા જિલ્લામાં પાંચ શાળાઓ સ્કુલ ઓફ એક્શેલન્સમાં આવરી લેવાઇ છે. જેનું કાર્ય આરંભ થઇ ગયું છે. એચ ટાટ પાસ શિક્ષકોની ભરતી કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવ્યો છે .તાલુકામાં સિંચાઇ, નલ સે જલ યોજના, નર્મદાના નીર, જળાશયો દ્વારા તળાવો ભરવા ની કામગીરી કરવામાં આવી છે.
હિંમતનગર શહેરને નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની ભેટ મળી છે. પી.એસ.સી. સી.એસ.સી દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢીને અનેક લોકોને પાંચ લાખ સુધીની મફત સારવાર અપાઇ રહી છે. ૯૦૦૦ ગંગાસ્વરૂપ બહેનોને સહાયનો લાભ આપ્યો છે. વૃદ્ધ પેન્શન સાથે સાથે ૧૪-૧૫મા નાણાપંચ દ્વારા નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને જનસુખાકારીમાં અનેક ગણો વધારો કરાયો છે. સોસાયટીમાં પેવર બ્લોક લગાવ્યા છે.પહેલા ધૂળિયા રસ્તા હતા. જે આજે ભૂતકાળ બની ગયા છે. બાગ-બગીચાઓ, પીવાનું પાણી ઘરે-ઘરે પહોંચાડયું છે. ગરીબ લોકોનું જીવનધોરણ આ સરકાર ઊંચું લાવી છે.
કોરોના મહામારીમાં લોકોને વેક્સિન અને મફત અનાજ આપીને મદદ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ૧૫૭૦ લોકોને લાભ આપ્યો છે. લોકોની આશા-અપેક્ષા સંતોષવાનું કામ આ સરકારે કર્યું છે. કામ કરતી સરકારને કામ કરવા દો.. રેવડી કલ્ચરના લોકો જનતાને ભ્રમિત કરવાનું કરશે. તેમને જાકારો આપવા અપીલ કરી હતી. આ સરકારે જે જનતાએ કહ્યું તેં કરી બતાવ્યું છે. ડબલ એન્જિનની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસમાં માનનારી સરકાર છે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઇ પટેલે રાજય સરકારની વિવિધ યોજના અંગે જાણકારી આપી. છેલ્લાં વીસ વર્ષોમાં કરેલા કાર્યોની ઝાંખી કરાવી. રાજ્ય કેન્દ્ર સરકારની સરાહના કરી હતી. જ્યારે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા ભાગીદારી આપી છે. જેના થકી આજે હું આપની સમક્ષ ઉપસ્થિત છું.તેમ જણાવી નગરપાલિકા દ્વારા કરેલા વિકાસને સવિસ્તાર ચિતાર આપ્યો હતો અને માહિતી ખાતા દ્વારા વિકાસની ફિલ્મ સૌએ નજરે નિહાળી હતી.
આ પ્રસંગે જી.યુ.ડી.સી.એમ.ના ડિરેક્ટરશ્રી અને સંગઠન પ્રમુખશ્રી જે.ડી.પટેલ, શહેર પ્રમુખ શ્રી વાસુદેવભાઈ,કારોબારી અધ્યક્ષશ્રી સાવંતભાઇ,સંગઠન મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, દંડકશ્રી અસારી, તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત,નગરપાલિકા સદસ્યો, પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી, તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનકુમાર દવે, ચીફ ઓફિસર શ્રી નવીનભાઈ સહિત હિંમતનગર તાલુકા શહેરના ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
rajkamlsinh
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.