સાબરકાંઠા જિલ્લામાં 3 જો રાઉન્ડમા વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી - At This Time

સાબરકાંઠા જિલ્લામાં 3 જો રાઉન્ડમા વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી


વરસાદ ના પગલે સાબરકાંઠા ના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તેમજ ગાજવીજ સાથે વરસાદ પડતા જિલ્લામાં વીજળી પડવાના બનાવો બનવા પામ્યા હતા

સાબરકાંઠા ના ખેડબ્રહ્મા વડાલી ઇડર અને હિંમતનગર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મન મૂકી વરસ્યો હતો જોકે વધુ વાત કરીએ વરસાદનો ત્રીજો રાઉન્ડ પાંચ તાલુકાઓ સુધી પહોંચ્યો છે અગાઉ પડેલા વરસાદ ને પગલે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના જળાશયો,નદી, નાળા પાણી થી ભરપુર જોવા મળી રહયા છે

આવી રીતે જો આગામી સમયમાં વરસાદ યથાવત રહેશે તો તમામ જળાશયો છલોછલ છલકાવાની પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે.
ચોમાસા ની મોસામે જોર પકડ્યું છે ત્યારે ચાલુ સાલે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી ખેડૂતો મા ખુશી જોવા મળી હતી 20 દિવસ ના સમયગાળા દરમિયાન વરસાદ પડતા ખેતની વાવણી મા ખેડૂતો માટે વરસાદ જીવંત દાન મળ્યું હોય એવું લાગ્યું કારણકે ખેડૂતો બોર ચાલુ કરવા માટે તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ વરસાદ પડતા પિયત મા..ફાયદો થયો છે....

રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.