વડોદરા: સલીમ મસાણીયા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીએ પત્નીને ઢોર માર માર્યો - At This Time

વડોદરા: સલીમ મસાણીયા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીએ પત્નીને ઢોર માર માર્યો


વડોદરા, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારવડોદરામાં ચકચારી સલીમ મસાણીયા હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીએ પત્નીને કમર પટ્ટા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની સાથે તલાક આપવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. પત્નીની ફરિયાદના આધારે વારસિયા પોલીસે હુમલાખોર પતિ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2004માં તેમના લગ્ન સમાજના રીતે રિવાજ મુજબ ફતેપુરા ખાતે રહેતા ઈમ્તિયાઝ ખાન પઠાણ સાથે થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં બે દીકરી છે. પતિ શંકાશીલ હોય અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેમના પતિ વર્ષ 2013 દરમિયાન સલીમ મસાણીયા મર્ડર કેસમાં જેલમાં હોય આઠ વર્ષ સુધી તેમણે પરિવાર સંભાળ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, પતિ કોઈ કામ ધંધો ન કરતો હોય મને માર મારી પિયર માંથી રૂપિયા લઇ આવવા દબાણ કરતા હતા. તાજેતરમાં નશાની હાલતમાં મારા પતિએ મને માર મારી કામ કરવા જવા માટે દબાણ કર્યું હતું. અને આખા શરીર ઉપર કમર પટ્ટા વડે માર મારી નિશાન પાડી દીધા છે. બનાવની જાણ થતા મારા પરિવારજનો દોડી આવ્યા હતા અને મને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી છે. આમ મને માર મારી જાનથી મારી નાખવાની સાથે તલાકની ધમકી આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.