બોટાદ જિલ્લાના ખેડુતો માટે “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” યોજનામાં અરજી કરવા તા.૨ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકાયું - At This Time

બોટાદ જિલ્લાના ખેડુતો માટે “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” યોજનામાં અરજી કરવા તા.૨ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકાયું


બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે સરકારશ્રીના બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” ની યોજના નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. જેથી ખેડુતો માટે તા.૦૪/૦૮/૨૦૨૨ થી તા.૦૩/૦૯/૨૦૨૨ સુધી યોજનામાં ખેડુતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુક્વામા આવેલ છે. આ વિગત ધ્યાને લઇ લાભ લેવા માંગતા ખેડુતભાઇઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડુતભાઇઓ અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંભ થાય છે જેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે, વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીને કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ફોન નં.૦૨૮૪૯-૨૭૧૩૨૧ ઉપર સંપર્ક કરવાની રહેશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.