સાબરકાંઠામાં મેઘરાજા ઓળઘોળ , વરસાવી રહ્યા છે
સાબરકાંઠામાં મેઘરાજા ઓળઘોળ , વરસાવી રહ્યા છે કાચું સોનું,
*****
ઇડરમાં મોસમનો કુલ ૪૧ ઈંચ વરસાદ ખાબકી ગયો, ચેકડેમો તેમજ તળાવો છલોછલ.
****
આભ માંથી સતત વરસી રહેલા પાણીના પગલે વાતાવરણમાં ઠંડક.
રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા પાછલા ત્રણ દિવસથી અનહદ એક વરસાવી રહ્યા છે જેથી કેટલાક સ્થળોએ પુર સમાન સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે સવારથી સાંજ સુધીમાં પ્રાંતિજ સિવાય તમામ તાલુકામાં મેહુલિયો પુનઃ ઓળઘોળ થતાં સર્વત્ર પાણી જ પાણી થઈ જવા પામ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી આવેલા પરિવર્તન બાદ મેઘો આજે પણ દિવસે અવિરત રહેવા પામ્યો છે અરવલ્લીની હાર માળાઓ માં વસેલા ઈડલીયા ગઢની તળેટીના ઈડર તાલુકા ઉપર તો વરુણદેવ અનહદ હેત વરસાવી આજે દિવસ દરમિયાન ૨૧ મી.મી. સાથે મોસમનું ૪૧ ઈંચ આકાશી નીર વરસાવી દેતા શ્રિકાર વરસાદને પગલે તળાવો તેમજ અનેક ચેક ડેમો માં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે ઉપરાંત સાલ દર વર્ષે પાણીની તંગી ભોગવતા આ વિસ્તાર ઉપર ચાલુ વર્ષે મેઘરાજાનું સર્વાધિક હેત રહેતા જગતનો તાત પણ ખુશ ખુશાલ બન્યો છે અને સારી મેઘ મહેરથી ચોમાસુ પાક પણ સોળ આની થશે એમ જણાવી રહ્યા છે આ ઉપરાંત ખેડબ્રહ્મા તાલુકામાં પણ આજે દિવસે ૩૧ મી.મી. જ્યારે તલોદમાં સામાન્ય ઝરમર સ્વરૂપે ૩ મી.મી. વરસાદ વરસ્યો હતો તો પોશીના મા મેઘરાજા એ ૪૪ મી.મી પાણી વરસાવ્યું છે અને વડાલીમાં દોઢ ઇંચ એટલે કે ૩૯ મી.મી. વરસાદ વરસ્યો હતો જ્યારે વિજયનગર માં અડધો ઇંચ અને આજે દિવસે જિલ્લાના મુખ્ય વેપારી મથક હિંમતનગરમાં માત્ર એક મીમી વરસાદ નોંધાયો છે જ્યારે પ્રાંતિજ તાલુકો દિવસે કોરો કટ રહેવા પામ્યો હતો. આમ સાબરકાંઠામાં સતત વરસી રહેલા વરસાદને પગલે વાડી તેમજ ખેતરો જળબંબાકાર બન્યા છે ઉપરાંત સમયાંતરે ઝાપટા વરસતા માર્ગો પરથી પાણી વહેવાની સાથે જગતનો તાત પણ મેઘરાજા ખમૈયા કરો એવી વિનવણી કરી રહ્યો છે.
આબીદઅલી ભુરા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.