આ રાજકોટીયન પાસે છે ભારતનો વારસો, પોતાના 40 વર્ષની કમાણી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરવા પાછળ ખર્ચી નાંખી
ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને 76 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેમણે પોતાના જીવનના 40 વર્ષોની મૂડી દુર્લભ અને ઐતિહાસિક ચીજોના સંગ્રહ પાછળ ખર્ચી નાખી, વાત થઈ રહી છે રાજકોટના શિવલાલભાઈ લીંબાસીયા... જેમની પાસે આજે પણ આઝાદી પહેલાની વસ્તુઓનો સંગ્રહ છે. જે આજની પેઢીને તે સમયથી વાકેફ કરે છે. શિવલાલભાઈ પાસે વર્ષો જુના સિક્કા, અખબારો, ચર્ચા પત્રો વગેરેનો અનેરો સંગ્રહ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.