બોટાદ જિલ્લાના તમામ ગામો બન્યા તિરંગામય: હર ઘર તિરંગા અભિયાનને પ્રચંડ સમર્થન
તમામ ગામલોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય: બોટાદના ઝમરાળા ગામના સરપંચશ્રી
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના તમામ ગામો તિરંગામય બન્યા છે. ગામના અગ્રણીઓ, સરપંચશ્રીઓ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
બોટાદ જિલ્લાના ઝમરાળા ગામના સરપંચશ્રી રણજીતભાઈ ખાચરે અપીલ કરી હતી કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને તિરંગામય બનાવવાનું આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત તમામ લોકો પોતાની ઓફિસ, કચેરી, ઘર તેમજ જાહેર જગ્યાઓ પર તિરંગો ફરકાવીને પ્રચંડ પ્રતિસાદ આપે. તમામ ગામલોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તેવી ઝમરાળા ગામના સરપંચશ્રીએ વિનંતી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાના અનેક ગામોમાં સરપંચશ્રીઓ તેમજ અગ્રણીઓ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપણાં દેશ પ્રત્યેની ભાવના પ્રબળ થાય તે માટેના અભિયાનમાં બોટાદ જિલ્લા વહીવટીતંત્ર તેમજ બોટાદવાસીઓ રંગેચંગે ભાગ લઈ રહ્યા છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.