વડોદરા: નામચીન બુટલેગરની આગોતરા જામીન અદાલતે ફગાવી
વડોદરા,તા.13 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં વોન્ટેડ અને દારૂનો જથ્થો મંગાવનાર શખ્સની આગોતરા જામીન અરજી અદાલતેના મંજૂર કરવાનો હુકમ કર્યો છે. નાકાબંધી દરમિયાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર સાથે ચાલક આકાશ આહીરને ઝડપી પાડી 4.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર થયો હતો. દારૂનો જથ્થો ભરી આપનાર દીપક ગોસ્વામી તથા દારૂનો જથ્થો મંગાવનાર કાંતિભાઈ ઉર્ફે કનુ ભારમલભાઈ પરમાર ( રહે - દાજીપુરા ,સીંધરૉટ ) અને કરણસિંહ ખુમાનસિંહ ગોહિલ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ગુનામાં કંડોવાયેલા કાંતિ પરમારે પોલીસ ધરપકડતી બચવા અત્રેની સેશન્સ અદાલતમાં પોતાની આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. અરજદાર આરોપી તરફે ધારાશાસ્ત્રી એ જે ચૌહાણ અને સરકાર તરફથી ધારાશાસ્ત્રી એજીપી એસ કે ત્રિવેદી એ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ ન્યાયાધીશ એન.પી. રાડીયાએ નોંધ્યું હતું કે, અરજદાર આરોપી વિરુદ્ધ અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. કેટલાક ગુનાઓની ન્યાયિક કાર્યવાહી બાકી છે. હાલના સંજોગો જોતા અરજદાર આરોપીની કસ્ટોડિયલ ઇન્ટોગ્રેશન જરૂરી જણાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.