બારડોલી ખાતેથી સરદાર પટેલ દ્વારા ભારત દેશની આઝાદી પહેલા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયુ હતુ - At This Time

બારડોલી ખાતેથી સરદાર પટેલ દ્વારા ભારત દેશની આઝાદી પહેલા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયુ હતુ


સુરત જિલ્લામાં આવેલ બારડોલી જે આજે સરદાર ભૂમિ તરીકે વર્તાય છે જ્યારે બ્રિટીશિયન ભારત દેશને ગુલામ બનાવવા માટે ષડ્યંત્ર કરતા હતા ત્યારે આપણા દેશના ભડવીરો આ ગોરાઓને ભગાડવા માટે મથી રહ્યા હતા ત્યારે સત્યાગ્રહ ના પ્રણેતા એવા સરદાર વલ્લભાઈ પટેલે બારડોલીમાં સ્વરાજ આશ્રમને 1928માં એક અનોખું રૂપ આપ્યું અને ત્યાંથી લડત શરૂ ત્યારે તેમની સાથે ઘણા ખરા ક્રાંતિવીરો જોડાયા.........સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહથી પ્રેરિત થયા તેથી વિશેષ સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં આ એક એવી પહેલી છુપાયેલી એક એવી વાત છે જેના સાક્ષી હાલ પણ આપણી સાથે આપણી વચ્ચે હયાત છે સરદાર પટેલના ખૂબ જ અંગત ઉત્તમચંદના દીકરી એવા નિરંજના બા જેઓ પોતાની 13 વર્ષની ઉંમરમાં જ સરદાર પટેલની આંગળીઓ પકડી ચાલતા હતા અને અત્યાર સુધીના સમયગાળામાં સરદાર પટેલના સ્વચ્છતા અંતર્ગત પ્રેરણા લઈને અત્યારે પણ સ્વરાજ આશ્રમમાં સ્વચ્છતા અંતર્ગત કામ કરી રહ્યા છે

ઇતિહાસના ચોપડે તો કોઈ આવો ઉલ્લેખ નથી પરંતુ આજે આ સાક્ષી આપણી સમક્ષ છે જેમને રાષ્ટ્રપતિ ના હસ્તે નારીશક્તિકરણ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી સ્વરાજ આશ્રમ ચલાવતા આવે છે અને નિસાહ્ય દીકરીઓને શિક્ષણ સાથોસાથ સંસ્કારોનું સિંચન કરે છે અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સૌને પ્રેરિત પણ કરે છે

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સૌને પ્રેરિત પણ કરે છે ત્યારે આવો આપણે પણ સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઈએ અને સરદાર પટેલ સાહેબ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સપનાને સાર્થક કરીએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.