બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેને સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/efpvfxg3bcfaeb15/" left="-10"]

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેને સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેને સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી, ત્યારે કેમિકલ પીવાથી અનેક લોકોના મોત નિપજ્યાં હતાં જેમાં સૌથી વધુ મોત રોજીદ ગામના નીપજ્યા હતા, ત્યારે કોંગ્રેસ તરફથી દિલ્હી ખાતેથી ત્વરિત પ્રતિક્રિયા આપ્યા બાદ સંસદનું સત્ર પૂર્ણ થતાં રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધંધુકા ધારાસભ્ય તેમજ બોટાદ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બરવાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આગેવાનો સાથે રોજીદ ગામના મૃતક પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા અને પરિવારોને સાંત્વના પાઠવી હતી અને પરિસ્થિતિ જાણી હતી, શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા સરકાર અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ લઠ્ઠાકાંડ સાથે પોલીસ અને ભાજપનું હપ્તા કાંડ હોવાનું જણાવતા ગંભીર આક્ષેપો કર્યા હતા, સાથે જ વડાપ્રધાન નરેંદ્ર મોદી ગુજરાતના હોવાના નાતે પીડિત પરિવારોની મુલાકાત કરે તેવી માંગ સાથે પીડિત પરિવારો માટે વળતરની માંગ કરી હતી, સાથે જ સરપંચ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા અગાઉ આ મુદ્દે અનેક રજૂઆત કર્યા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાના કારણે આ ગંભીર ઘટના બની હોવાના આક્ષેપો કર્યા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]