રેવડી કલ્ચરઃ ભારતના વિવિધ રાજ્યો પર 60 લાખ કરોડનુ દેવુ - At This Time

રેવડી કલ્ચરઃ ભારતના વિવિધ રાજ્યો પર 60 લાખ કરોડનુ દેવુ


નવી દિલ્હી,તા.12 ઓગસ્ટ 2022,શુક્રવારચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો મફતમાં વિવિધ લાભો આપવા માટેના વાયદા કરતા હોય છે અને સત્તા પર ટકી રહેવા માટે આ પ્રકારની લ્હાણી પણ કરતા હોય છે.આ મામલો પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં છે અને તેને લઈને દેશમાં ચર્ચા પણ ચાલી રહી છે. પીએમ મોદીએ આ પ્રકારે થતી લ્હાણીઓને રેવડી કલ્ચર નામ આપ્યા બાદ ભાજપ અને વિપક્ષો વચ્ચે તેને લઈને તડાફડી પણ થઈ રહી છે.હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યો પર 31 માર્ચ,2021ના આંકડા પ્રમાણે લગભગ 60 લાખ કરોડ રૂપિયાનુ દેવુ છે અને બીજી તરફ રાજયો દ્વારા મફતમાં વિવિધ સુવિધાઓ આપવાની જાહેરાતો કરાઈ રહી છે.અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરેલી પિટિશનમાં કહેવામાં આવ્યુ  છે કે યુપી અને મહારાષ્ટ્ર પર અનુક્રમે 6.62 લાખ કરોડ રૂપિયા અને 5.36 લાખ કરોડ રૂપિયા દેવુ છે. આ બંને રાજ્યો દેવાની રીતે ટોચ પર છે.જ્યારે પંજાબ પર 2.49 લાખ કરોડ રૂપિયાનુ દેવુ છે. દેવુ અને તેની સામે જીડીપીના રેશિયોની રીતે જોવામાં આવે તો પંજાબની સ્થિતિ સૌથી ખરાબ છે.આ પિટિશનમાં કહેવામાં આવ્યુ છે કે, જે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં મફતના વાયદા કરે છે તેમના ચૂંટણી પ્રતિકો પર ચૂંટણી પંચ દ્વારા રોક લગાવવાની ફરજ પાડવામાં આવે અને તેમનુ રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવે.આ પહેલા પણ કોર્ટે સંકેત આપ્યો હતો કે, મફતના વાયદાઓને રોકવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને કેટલાક સૂચન આપી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.