દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ - At This Time

દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ


દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ...      ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.