શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલ (સતાપર) મા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલ (સતાપર) મા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો


અંજાર ને આંગણે સતાપરને પાદરે અને ગોવર્ધનની ગોદમાં એટલે કે કરછ પાટણ પરાથરીયા આહીર સમાજ નુ નવુ નજરાણું એટલે શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલ આજે આપણે વાત કરવાની છે આહીર સમાજ ની દીકરીઓ ભણી ગણીને શિક્ષણ સાથે સંસ્કાર અને રમત ગમત જેવા અનેક કાર્યક્રમો કેમ આગળ વધે એના માટે કાર્યક્રમો યોજવામાં આવ્યા

શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલ મા આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યો જેમા સ્કૂલ ની દીકરીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને અદ્ભુત રાસ,*"૭૫ મી આઝાદી કા અમૃત મોહત્સવ"*, પિરામિડ, સાંસ્કૃતિક નૃત્ય, અલગ અલગ વિષય પર ગુજરાતી તથા અંગેજી પ્રવચન,મટકી ફોડ, તથા કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીત, અગત્યની વાત છેકે સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન 2 દીકરીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું બાકીનું સંચાલન શામજીભાઈ ભુરાભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું
બધી દીકરીઓ ને પ્રોત્સાહન કરવા માટે પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ શ્રી એ બહુજ મોટા એટલે કે માતબર રકમ ઈનામ તરીકે આપી ને દીકરીઓ ને માન સન્માન સાથે આગળ આવે એવા આશીર્વાદ આપ્યા હતા મહારાજ શ્રી એ રૂ. 51,000 આપ્યા હતા અને બીજા ઘણા બધા આગેવાનો એ દીકરીઓને પ્રોત્સાહન માટે દાનની સરવાણી વહાવી હતી અને દીકરીઓ ને છાત્રાલય માં સારૂ તાકાત વાન જમવાનું મળે એના અનુસંધાને વાગળ વિસ્તાર ના આહીર દાતા શ્રી લક્ષ્મણ ભાઈ ગણેશા ભાઈ એ એક લાખ રૂપિયા નુ અનુદાન આપ્યું હતું 1,11,111 એમનુ પણ સમાજ વર્તી સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ ને સફળ બનાવવા તથા દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ શ્રી ,સંકુલ ના જમીન દાતા વાસણ દાદા, કચ્છ પાટણ આહીર સમાજ ના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ આહીર ,સંકુલ ના ટ્રસ્ટી શ્રી શામજીભાઈ ભુરાભાઈ ડાંગર, શામજીભાઈ જીવાભાઈ વરચંદ,આલાભાઈ ભચુભાઈ આહિર, આલાભાઈ જીવાભાઈ વરચંદ,લક્ષ્મણભાઈ ગણેશાભાઈ ઢીલા ગવરીપર,, વિજયભાઈ રાઘવજીભાઈ ચાવડા,ભુરાભાઈ આલાભાઈ વરચંદ,શામજીભાઈ સવાભાઈ કેરાસિયા ,ધનાભાઇ મુરાભાઈ ઢીલા,પરબત ભાઈ પાચાભાઈ પટેલ ચોબારી, રણછોડભાઈ રામરામ,મહાદેવભાઈ ધનજીભાઇ આહિર ટ્રસ્ટીઓ ,રૂમના દાતાશ્રીઓ ,સમાજના આગેવાનો, દીકરીઓના વાલીઓ હાજરી આપી હતી
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આચાર્ય બેન, શિક્ષિકાઓ ,ગૃહમાતા એ રાત દિવસ મહેનત કરી હતી. તેવું નિતેશ ડાંગર યાદીમાં જણાવ્યો હતો.

રિપોર્ટ- દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.