બરવાળા શહેર ખાતે મહોરમના તહેવારને લઈ તાજિયા જુલૂસ યોજાયું, હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન દ્રશ્યો સર્જાયા, મોટી સંખ્યામાં લોકો તાજિયા જુલૂસમાં જોડાયા અને તાજિયાના દર્શન કર્યા.
બરવાળા શહેર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસના કારણે બંધ રખાયેલા તાજિયા જુલૂસને આ વર્ષે છૂટછાટ સાથે પરમિશન મળતા મહોરમ નિમિત્તે આજરોજ તારીખ 9 ઓગસ્ટના રોજ તાજિયા જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા અને શહેરના કુંડળ દરવાજા થઈ શહેરના મુખ્ય માર્ગો પર થઈ રોજીદ દરવાજા થઈ શાક માર્કેટ અને ત્યારબાદ કુંડળ દરવાજા ખાતે તાજિયા જુલૂસ નું વિરામ કરાયું હતું, બરવાળા શહેર અને તાલુકા પંથકના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં આ તાજિયા જુલૂસમાં જોડાયા હતા અને દર્શન લાભ લીધો હતો જેને લઈ હિન્દુ મુસ્લિમ એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બરવાળા શહેર ખાતે હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે મહોરમના તાજિયા જુલૂસ યોજાયું હતુ.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.