હિંમતનગર તાલુકા ના ઇલોલ ગામે મોહરમ ની 9 અને 10 તાજીયા મુબારક ના જુલુસ કાઢવામાં આવ્યો - At This Time

હિંમતનગર તાલુકા ના ઇલોલ ગામે મોહરમ ની 9 અને 10 તાજીયા મુબારક ના જુલુસ કાઢવામાં આવ્યો


હિંમતનગર તાલુકા ના ઇલોલ ગામે મોહરમ ની 9 અને 10 તાજીયા મુબારક ના જુલુસ કાઢવામાં આવ્યો

શહીદે આઝમ ઈમામ હુસૈન અને તેમના સાથીદારો એ સત્ય માટે કરબલા.. ઇરાક ની સરજમીન પર આપેલ પોતે અને પોતાના સાથીદારો એ આપેલ બલીદાન ની યાદ મા.....

ઇલોલ ગામે શિયા જાફરી મશાયખ મોમીન જમાત દ્વારા 9 મી મોહરમ 10 મી મોહરમ હજરત ઇમામ હુસૈન ના તેમના યાર દોસ્તો અને કુટુંબ સાથે 72 શહીદો કુરબાની થઈ તેની યાદમાં તાજીયા નો જુલુસ કાઢવામાં આવે છે

જેમાં ઇલોલ. કનાઈ મહેરપુરા. કાટવાડ ગામના મોમીન નો મોટી સંખ્યામાં આ જુલુસ માં જોડાય છે

ઇલોલ ગામ ની દરેક સમાજમાં એકતા તો પ્રસંશા વખાણ કરવા લાયક છે

તેમજ અન્ય સમાજના લોકો પણ આ તાજીયા મુબારક ને દર્શન અર્થે આવતા હોય છે અન્ય સમાજના લોકો દ્વારા શ્રીફળ ચઢાવવામાં આવે છે
વર્ષોથી પરંપરા મુજબ આ તાજીયા મુબારક નું જુલુસ નું આયોજન કરવામાં આવે છે
આ જુલુસ દરમિયાન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી બારોટ સાહેબ તેમજ પી.એસ.આઇ જે એ રહેવર સાહેબ તેમજ સ્ટાફ બંદોબસ્ત માં કાર્યરત રહે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.