પંજાબ: તરનતારનથી દારૂગોળા સાથે બે આતંકવાદીઓની ધરપકડ
- ધરપકડ કરવામાં આવેલ બંને આરોપીઓની ઓળખ ગરવિંદર સિંહ ઉર્ફે બાબા અને સંદીપ સિંહના રૂપમાં થઈ છેનવી દિલ્હી, તા. 09 ઓગષ્ટ 2022, મંગળવારપંજાબમાં સ્વતંત્રતા દિવસ પહેલા મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તરનતારનના પોલીસ સ્ટેશન વેરાવાલ વિસ્તારમાંથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના કબ્જામાંથી દારૂગોળો, બે પિસ્ટોલ અને અડધો કિલો હેરોઈન મળી આવ્યું હતું. આ બંને આતંકવાદી 15 ઓગષ્ટ પર મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. જોકે, તે પહેલા જ તેમના ઈરાદાને નાકામ કરી દેવામાં આવે છે. ધરપકડ કરવામાં આવેલ બંને આરોપીઓની ઓળખ ગરવિંદર સિંહ ઉર્ફે બાબા અને સંદીપ સિંહના રૂપમાં થઈ છે. આ બંને આતંકવાદીઓ સુખ ભિખારીવાલ અને હૈરી ચટ્ઠાના નજીકના છે. તેમાંથી ગુરવિંદર સિંહ ઉર્ફે બાબા પર NIAના એક અધિકારીની હત્યા મામલે પણ આરોપી છે. આ સાથે ગુરવિંદર સિંહને શૌર્ય ચક્ર વિજેતા કોમરેડ બલવિંદર સિંહની હત્યામાં પણ ભાગેડુ ગણવામાં આવી રહ્યો છે.એસએસપી રણજીત સિંહ ઢિલ્લો સાંજે સમગ્ર મામલે ખુલાસો કરશે. ત્યારબાદ જ મામલાની આખી તસવીર સ્પષ્ટ થઈ શકશે. આ અગાઉ પણ અનેક વખત પંજાબમાં આતંક ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી ચૂક્યો છે. જોકે, તકેદારીના કારણે તેઓ પોતાના ઈરાદામાં સફળ નહોતા થઈ શક્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.