જસદણમાં લંપી વાયરસ સામે રક્ષણ મેળવવા અનોખું રિસર્ચ થયું - At This Time

જસદણમાં લંપી વાયરસ સામે રક્ષણ મેળવવા અનોખું રિસર્ચ થયું


જસદણમાં લંપી વાયરસ સામે રક્ષણ મેળવવા અનોખું રિસર્ચ થયું

જસદણમાં સોમવારના રોજ લંપી વાયરસ નો હાહાકાર મચ્યો છે ત્યારે જસદણ હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ શૈલેષભાઈ શિરોડીયા વિજયભાઈ ચૌહાણ રવિભાઈ મકવાણા દિનેશભાઈ મેર ભાણાભાઈ ખાસ કરી સેવક પૂર્ણદાસ સર્વ ટીમે ભેગા મળીને એક ફસ્ટક્લાસ આયોજન કરેલ અને આ આયોજનમાં ગાયને આખી સેનિટાઈઝ કરી નવડાવી તેમાં કપૂર રીત ફટકડી બીજું ગાયને દવા સ્વરૂપે લાડુ અને તેમાં લાડુમાં તીખા સૂંઠ, મરી પાવડર, કાળીજીરી પાવડર, હળદર, ગોળ ગાયનું ચોખ્ખું ઘી મિક્સ દ્રાવણ કરી અને ગાયને લાડુ ખવડાવેલ તેમજ હોમિયોપોથી દવા ત્રણ એમએલ ગાયની જીભ ઉપર મુકેલ અને આ મૂંગા પશુઓને જે લમ્પી વાયરસે જે કહોર મચાવ્યો છે જેને હરાવવા જસદણ ના સેવા ભાવિ લોકોએ આ એક અનોખો સચોટ રીતે મહેનત કરી અને રિઝલ્ટ લાવવાનું યથાર્થ પ્રયત્ન કરેલ.
રીપોર્ટ હર્ષદ ચૌહાણ &વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.