ISROના નવા SSLV રોકેટનું સફળ લોન્ચિંગ પરંતુ સેટેલાઈટ્સ સાથેનો સંપર્ક તૂટી ગયો - At This Time

ISROના નવા SSLV રોકેટનું સફળ લોન્ચિંગ પરંતુ સેટેલાઈટ્સ સાથેનો સંપર્ક તૂટી ગયો


- ISRO પ્રમુખ એસ સોમનાથને કહ્યું કે, ઈસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છેશ્રીહરિકોટા, તા. 07 ઓગષ્ટ 2022, રવિવારઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 7 ઓગસ્ટ 2022ના રોજ દેશનું નવું રોકેટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી લોન્ચિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. EOS02 અને AzaadiSAT ઉપગ્રહોને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)માં મોકલવામાં આવ્યા છે. લોન્ચિંગ સફળ રહ્યું. રોકેટે યોગ્ય રીતે કામ કરતા બંને સેટેલાઈટ્સને તેમની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધા હતા. રોકેટ અલગ થઈ ગયું પરંતુ ત્યારબાદ સેટેલાઈટ્સ પરથી ડેટા મળવાનો બંધ થઈ ગયો છે.ISRO પ્રમુખ એસ સોમનાથને કહ્યું કે, ઈસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લિંક સ્થાપિત થતાં જ અમે દેશને જાણ કરીશું. EOS02 એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. જે 10 મહિના સુધી અંતરિક્ષમાં કામ કરશે. તેનું વજન 142 કિલો છે. તેમાં મિડ અને લોન્ગ વેવલેન્થ ઈન્ફ્રારેડ કેમેરા લગાવેલા છે. જેનું રિઝોલ્યુશન 6 મીટર છે. એટલે કે તે રાત્રે પણ મોનિટર કરી શકે છે. AzaadiSAT સેટેલાઇટ સ્પેલકિડ્ઝ ઈન્ડિયા નામની સ્વદેશી ખાનગી સ્પેસ એજન્સીનો સ્ટૂડન્ટ સેટેલાઈટ છે. તેને દેશની 750 છોકરીઓએ એકસાથે મળીને બનાવ્યો છે. PSLV અને SSLVમાં અંતરPSLV એટલે કે, પોલર સેટેલાઈટ લેન્ચ વ્હીકલ 44 મીટર લાંબુ અને 2.8મીટર વાળા વ્યાસનું રોકેટ છે. જ્યારે, SSLVની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. PSLVમાં 4 સ્ટેજ છે. જ્યારે SSLVમાં 3 જ સ્ટેજ છે. PSLVનું વજન 320 ટન છે જ્યારે SSLVનું વજન 120 ટન છે. PSLV  1750 કિગ્રા વજનના પેલોડને 600 કિમીના અંતર સુધી લઈ જઈ શકે છે. SSLV 500 કિમીના અંતર માટે 10 થી 500 કિલોગ્રામના પેલોડનું વહન કરી શકે છે. PSLV 60 દિવસમાં તૈયાર થઈ જશે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર છે.SSLV શું છેSSLV નું પૂર્ણ સ્વરૂપ સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) છે. એટલે કે હવે આ રોકેટનો ઉપયોગ નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે કરવામાં આવશે. તે એક નાની લિફ્ટ લોન્ચ વ્હીકલ છે. આના દ્વારા 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોને નીચલા ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે એટલે કે 500 કિમીથી નીચે અથવા 300 કિલોગ્રામના ઉપગ્રહોને લોઅર અર્થ ઓર્બિટમાં સૂર્ય સિંક્રનસ ઓર્બિટમાં મોકલવામાં આવશે. સબ-સિંક્રોનસ ભ્રમણકક્ષાની ઊંચાઈ 500 કિમીથી ઉપર છે.એક લોન્ચ પર SSLVનો કેટલો ખર્ચ થશેસ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) રોકેટના એક યુનિટનો ખર્ચ 30 કરોડ રૂપિયા થશે. જ્યારે PSLV પર 130 થી 200 કરોડ રૂપિયા આવે છે. એટલે કે જેટલામાં PSLV રોકેટ જતું હતું હવે તેટલી કિંમતમાં 4થી 5 SSLV રોકેટ લોન્ચ કરી શકાશે. આનાથી વધુ આંતરરાષ્ટ્રીય સેટેલાઇટ અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.