અમદાવાદ મ્યુનિ.ના લાઈટ ખાતામાં અંધારું, સ્ટ્રીટ લાઈટ પાછળ ૨૫ કરોડનો ખર્ચ કરાયો,કુલ થાંભલા કેટલા,તંત્રને ખબર નથી
અમદાવાદ,શનિવાર,6
ઓગસ્ટ,2022સ્માર્ટ સિટી અમદાવાદ
શહેરમાં સ્ટ્રીટ પોલ દ્વારા અજવાળુ પાથરવાની કામગીરી કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના
લાઈટ ખાતામાં અંધારુ જોવા મળી રહ્યુ છે.વર્ષ-૨૦૧૯-૨૦માં શહેરની સ્ટ્રીટ લાઈટની વિવિધ
કામગીરી પાછળ લાઈટ ખાતાએ ૨૫ કરોડની રકમ ખર્ચ કરી હતી.પરંતુ અમદાવાદમાં કુલ વીજળીના
કેટલા થાંભલા છે એ અંગે લાઈટ ખાતા દ્વારા વિગત અપાતી જ નથી.સ્ટ્રીટ લાઈટના રીપેરીંગ
તથા થાંભલા ખસેડવા વર્ષ-૨૦૧૯-૨૦માં ૮ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ અમદાવાાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૧-૨૨ના
મંજુર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં લાઈટ વિભાગમાં ચાલી રહેલા અંધેર વહીવટનો ઘટસ્ફોટ
થવા પામ્યો હતો.વર્ષ-૨૦૧૯-૨૦માં સ્ટ્રીટ લાઈટ પાછળ ૨૫ કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો
હતો.આ રકમ પૈકી સાત ઝોનમાં ઝોન દીઠ કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો, ઝોન મુજબ કયા ઝોનમાં
કુલ કેટલી સ્ટ્રીટ લાઈટના પોલ આવેલા છે એ અંગે મ્યુનિ.ના જ ઓડિટ વિભાગે લાઈટ વિભાગ
પાસે માંગેલી માહિતી લાઈટ ખાતાએ આપી નથી.૩૧ મે-૨૦૧૯ના રોજ ૩.૨૧ કરોડના અંદાજીત ખર્ચ
સાથે શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિ.દ્વારા લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઈટના પોલમાં
લગાવવામાં આવેલ એલ.ઈ.ડી.કે અન્ય પ્રકારની લાઈટ વધુ વિસ્તારમાં અજવાળુ ફેલાવે એ માટે
એકસ્ટેન્શન પીસ લગાવવા સહિતની કામગીરી સોંપવામાં આવી હતી.જે અંગેના કોન્ટ્રાકટ પેપર,ફાઈનલ બિલના પેમેન્ટની
મેઝરમેન્ટ બુક સહિતનું સંલગ્ન રેકર્ડ લાઈટ વિભાગે ઓડિટ વિભાગને આપ્યુ નથી.
નવા પશ્ચિમ ઝોનમાં લાઈટ ખાતા દ્વારા સંસદસભ્ય ઉપરાંત
ધારાસભ્ય, કોર્પોરેટર
ઉપરાંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જનભાગીદારીથી ૧૮ અને ૨૦ વોટની
એલ.ઈ.ડી.નાંખવા પાંચ કરોડની મર્યાદામાં અંદાજથી ૩૫.૧૭ ટકા ઓછા ભાવથી ખાનગી
સોસાયટીઓમાં લાઈટની સુવિધા સ્થાપિત કરવા કામગીરી સોંપવામાં આવી હતી.બાદમાં
બદલવામાં આવેલ એલ.ઈ.ડીનું બિલ કોને ભરપાઈ કરવાનું એ અંગે કોઈ ચોકકસ નિતી છે કે કેમ? એ અંગે પણ લાઈટ
ખાતાએ ઓડિટ વિભાગને વિગત આપી નથી.અગાઉ બદલવામાં આવેલ ટયુબ લાઈટ કે ગોળા કયાં અને
કેટલા હતા? કેટલા
બદલવામાં આવ્યા એ અંગે ૨૯ ઓગસ્ટ-૨૦૨૦ના રોજ ઓડિટ ઓબ્જેકશન બાદ પણ લાઈટ ખાતાએ વિગત
રજુ કરી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.