પૌઆ મિલના માલિકે રૃા.2 કરોડ અને રૃા.13 કરોડની જમીનના દસ્તાવેજ જમા કરાવ્યા

પૌઆ મિલના માલિકે રૃા.2 કરોડ અને રૃા.13 કરોડની જમીનના દસ્તાવેજ જમા કરાવ્યા


- ત્રણ
વર્ષથી 1633 ખેડૂતોના ડાંગરના પાક પેટે બાકી નીકળતા રૃા.12 કરોડ
છુટા થવાનો માર્ગ મોકળો          સુરતપાલ
કોટન મંડળીના ખેડુતોના બાકી રૃા.૨૭.૫૨ કરોડ લેવા માટે છેલ્લા એક વર્ષથી હોદેદારો
દ્વારા શરૃ થયેલી લડાઇના પગલે નવસારીના પૌઆ મિલના માલિકે રૃા.૧૩ કરોડની જમીનના
દસ્તાવેજો કરી આપવાની સાથે મંડળીમાં રૃા.૨ કરોડ મળીને ૧૫ કરોડ જમા કરાવતા છેલ્લા
ત્રણ વર્ષથી ડાંગરના કરોડો રૃપિયા માટે કાગડોળે રાહ જોતા ખેડુતોના જીવમાં જીવ
આવ્યો છે. સુરતના જહાંગીરપુરાની
પાલ કોટન મંડળીના ખેડુતો દ્વારા ડાંગરના પાક નાખ્યા બાદ આ પાક નવસારીની સાંઇ હસ્તી
પૌઆ મિલમાં પહોંચાડાયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ મિલને પાકનો ઉતારો આપ્યા બાદ ટુકડે
ટુકડે રૃા.૨૭.૫૨ કરોડ લેવાના નિકળતા હતા. વર્ષ પહેલા મંડળીના નવા પ્રમુખ બનેલા નરેશ
પટેલ (ભેસાણ) અને અન્ય હોદેદારોએ વસુલાતની કવાયત શરૃ કરી હતી. તે અંતર્ગત પૌઆ મિલના
માલિક દંપતી પ્રજ્ઞોશ નાયક અને તેમના પત્ની તેમજ પાલ કોટન મંડળીના તત્કાલિક પ્રમુખ
જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. દરમિયાને હાઇકોર્ટે જયેશ પટેલ અને
મિલના માલિક દંપતી પૈકી પત્નીની જામીન અરજી મંજુર કરી હતી. પરંતુ પૌઆ મિલના માલિકે
હાઇકોર્ટના નિર્દેશ અનુસાર રૃપિયા જમા નહીં કરાવતા જામીન અરજી નામંજુર થતા ક્રાઇમ બ્રાન્ચે
ધરપકડ કરી હતી.

બીજા
તરફ બાકી પેમેન્ટ વસુલવા મંડળીના હોદ્દેદારોએ લડત ચાલુ રાખી પોલીસ કમિશ્નરને
રજૂઆતો કરી હતી. દરમિયાન પૌઆ મિલના માલિકે રોકડા રૃા.૨ કરોડ અને નવાસારીની રૃા.૧૩
કરોડની ૧૧ વીંઘા જેટલી જમીનના દસ્તાવેજો પાલ કોટન મંડળીમાં જમા કરાવ્યા છે. આ અંગે
મંડળીના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે,
હાલમાં જમીનના દસ્તાવેજો કરી આપ્યા છે. હાઇકોર્ટમાં રજૂ કરાયેલા
વેલ્યુએશન રિપોર્ટ મુજબ જમીનની કિંમત નક્કી કરાઇ છે. આ રકમમાં મંડળીના ૧૬૩૩
ખેડૂતોના ત્રણ વર્ષથી બાકી રૃા.૧૨ કરોડ ચૂકવવાનો માર્ગ મોકળો થયો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »