રેલવે પ્લેટફોર્મ પર તરૃણી સાથે ગેંગરેપ કરનાર બે આરોપીઓના જામીન નકારાયા - At This Time

રેલવે પ્લેટફોર્મ પર તરૃણી સાથે ગેંગરેપ કરનાર બે આરોપીઓના જામીન નકારાયા


સુરતપ્રેમીના કહેવાથી સુરત આવેલી 17 વર્ષની તરૃણીને પ્લેટફોર્મ નં-1ની લિફ્ટ પાસે ગોંધી રાખી સ્વીપર રાહુલ અને બિટ્ટુકુમારે દુષ્કર્મ કર્યું હતુંસુરત
રેલ્વે પોલીસે 17 વર્ષીય તરૃણીને ગેરકાયદે ગોંધી રાખીને ગેંગરેપ ગુજારવાના કેસમાં જેલભેગા
કરેલા બે આરોપીઓએ ચાર્જશીટ બાદ વધુ એકવાર જામીન માંગતી અરજીને આજે એડીશ્નલ સેશન્સ જજ
શકુંતલાબેન એન.સોલંકીએ નકારી કાઢી છે.સુરત રેલ્વે
પોલીસમાં ભોગ બનનાર 17 વર્ષીય તરૃણીએ મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના વતની આરોપી રાહુલ
કુમારસિંગ જયશંકરસિંગ રાજપુત તથા  બિટ્ટુકુમાર  રાજપુતે વિરુધ્ધ સુરત રેલ્વે પ્લેટફોર્મ નં.1 પાસેની
લિફ્ટ પાસે ગેરકાયદે ગોંધી રાખીને ગેંગરેપ ગુજારી પોક્સો એક્ટના ભંગ અંગેની ફરિયાદ
નોંધાવી હતી.  અન્ય રાજ્યમાં રહેતી ભોગ બનનાર
તરૃણીને તેના પ્રેમીએ ફોન કરીને સુરત બોલાવી હતી. જે દરમિયાન સુરત રેલ્વે પ્લેટફોર્મ
પાસેના ટોયલેટમાં સ્વીપર એવા આરોપી રાહુલ તથા બિટ્ટુકુમાર રાજપુતે આ તરૃણી સાથે દુષ્કર્મ
કર્યું હતું. હાલમાં
જેલવાસ ભોગવતા બંને આરોપીઓના જામીન અગાઉ નકારાયા બાદ ચાર્જશીટ બાદ વધુ એકવાર જામીન
માટે માંગ કરી હતી. જેના વિરોધમાં એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે આરોપીઓ
વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. માત્ર ચાર્જશીટ રજુ થવાથી કેસના
ગુણદોષ કે સંજોગોમાં કોઈ મહત્વનો ફેરફાર થયો હોવાનું માની શકાય નહીં.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon