કોમર્સ કોલેજ - અમરેલીમાં સાયબર ક્રાઈમ અંગે સેમિનારનું આયોજન થયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qel4xkps9a6vzlpl/" left="-10"]

કોમર્સ કોલેજ – અમરેલીમાં સાયબર ક્રાઈમ અંગે સેમિનારનું આયોજન થયું


કોમર્સ કોલેજ - અમરેલીમાં સાયબર ક્રાઈમ અંગે સેમિનારનું આયોજન થયું

અમરેલી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તેવા હેતુથી એક સેમિનારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમના પી.આઈ. એચ.કે.મકવાણા, પોલીસ કોન્સ્ટેલબ અમિત ઘેવરિયા અને રાજેશ પનોત વગેરેએ ઉપસ્થિત રહી સાયબર ક્રાઈમ અને તેનાથી બચવાના ઉપાયો બતાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.જિલ્લા કોઓરડીનેટર અને પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયાએ કર્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમના અંતે પ્રા.ડો.જે.ડી.સાવલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ ફેકલ્ટી મેમ્બર નિકિતાબેન પંડ્યાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]