સાયલા ખાતે ips અધિકારી દ્વારા e-fir અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
વાહન ચોરી અને મોબાઈલ ચોરી ની ફરિયાદ કરવા હવે પોલીસ મથક સુધી નહીં જવું પડે. ફરિયાદી પોતાના મોબાઈલ ઉપર થીજ સીધી ફરિયાદ કરી શકશે.અને પોલીસ ત્વરિત કાર્યવાહી પણ કરશે.રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા E.FIR ની શરૂઆત કરાઈ છે.
જે અંગે નો એક જન જાગૃતિ કાર્યક્રમ સાયલા ખાતે લાલજી મહારાજ ના મંદિરે યોજાયો હતા.
જેમાં દીપ પ્રાગટય થી કાર્યક્રમની શરૂઆત કરી આ કાર્યક્રમ માં E.FIR અંગે ઉપસ્થિત લોકો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોટી સંખ્યા માં ઉપસ્થિત લોકો ને શોર્ટ ફિલ્મો બતાવી ઇ.FIR ની સરળ ઉપયોગીતા અંગે ips અધિકારી સંદીપસિંહ, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશ દુધાંત, નાયબ પોલીસ અધિક્ષક સી.પી. મુંધવા એ લોકોને માહિતગાર કરાયા હતા.
આ કાર્યક્રમ માં મુખ્ય આઈ.પી.એસ અધિકારી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ,
સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશ દુધાંત,
એલ.સી.બી પીઆઈ એમ ડી ચૌધરી,
એસ.ઓ.જી પીઆઈ વી.વી.ત્રિવેદી,
લીંબડી ડી.વાય.એસ.પી સી.પી.મુંધવા,
સી.પી.આઈ ડી.એમ. રાવળ,
સાયલા પી.એસ.આઈ એમ.એચ.સોલંકી,
સાયલા મામલતદાર એમ.પી.કટિરા,
સાયલા ભાજપ પ્રમુખ સુરીગભાઈ ધાધલ,
મહામંત્રી ભરતભાઈ સોનગરા,
સાયલા લાલજી મહારાજ ની જગ્યાના મહંત,
સાયલા ગ્રામ પંચાયત સરપંચ અજયરાજસિંહ ઝાલા,
તથા સાયલા તાલુકાના રાજકીય આગેવાનો, વેપારી મંડળ, સરપંચો, નગરજનો, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને માણ્યો હતો.
રિપોર્ટર - રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં.9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.