સંવિધાનના લીરે લીરા ઉડ્યા… સરપંચની ચૂંટણીમાં પત્ની જીતી પણ શપથ લીધા પતિએ, વિવાદ સર્જાયો
- દમોહ ખાતેના શપથ વિધિ સમારોહના વીડિયોએ સરકારી તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા દમોહ, તા. 05 ઓગસ્ટ 2022, શુક્રવારમધ્યપ્રદેશમાં અજીબોગરીબ પરાક્રમો જોવા મળી જ જાય છે. આ વખતે આ અજીબોગરીબ રમતમાં સરકારી તંત્રે લોકશાહીને મજાક બનાવી હતી. આ કૃત્યે ચિંતા તો ઉભી કરી જ છે પરંતુ સરકારના ઈરાદાઓ ઉપર પણ સવાલ ઉભા કર્યા છે. આ મામલો દમોહમાં ચૂંટાયેલા મહિલા સરપંચ અને મહિલા પંચના શપથ લેવાનો છે. જ્યાં તેમની જગ્યાએ તેમના પતિઓને જાહેર કાર્યક્રમમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ મામલે હદ તો ત્યારે થઈ જ્યારે આ શપથ વિધિ સમારોહ સુધી મહિલાઓ હાજર રહી નહોતી. संविधान का सरेआम मजाकमध्य प्रदेश के दमोह में चुनी हुई महिला सरपंच और महिला पंचों के बजाए उनके पतियों ने पद की शपथ ली. यही नहीं हद तो तब हुई जब इस शपथ ग्रहण समारोह में तक महिलाएं मौजूद नहीं रही.#Madhyapradesh #Damoh #MP #Panchayatelection pic.twitter.com/2IlAxOS8D9— Aparna Rangar (@aparna_rangar) August 5, 2022 આ મામલો દમોહ જિલ્લાની ગાસાબાદ પંચાયતનો છે. ત્યાં ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણી બાદ પંચાયતમાં અનુસૂચિત વર્ગની એક મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ હતી અને 11 મહિલા પંચો પણ ચૂંટાઈ હતી. નિયમ પ્રમાણે ચૂંટાયેલા સરપંચ અને અન્ય મહિલાઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવાના હતા. આ માટે ગ્રામ પંચાયતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સચિવે શપથ લેવાનો સમય આવ્યો ત્યારે કાર્યક્રમમાં ગેર હાજર મહિલા સરપંચ અને અન્ય મહિલા પંચોના બદલે તેમના પતિઓને મંચ ઉપર બોલાવીને શપથ લેવડાવ્યા હતા.CEOનો કેસની તપાસ માટે આદેશઆ કેસનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો થઈ ગયો હતો. તંત્રની જમીની વાસ્તવિકતા સૌની સામે આવી ગઈ હતી. આ મામલો વધુ વણસી રહ્યો હોવાથી જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું છે. આ બાબતને ગંભીરતાથી લીધા બાદ જિલ્લા પંચાયતના CEO અજય શ્રીવાસ્તવે ઘટનાક્રમ ઉપર મહોર મારીને સરપંચ અને પંચો પાસે ફરીથી શપથ લેવડાવ્યા છે. આ સિવાય તેમણે આ મામલાની તપાસનો આદેશ પણ આપ્યો છે. તેમના કહેવા પ્રમાણે આવું કરવું નિયમોની વિરૂદ્ધ છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તમામ ઘટનાક્રમે સાબિત કરી દીધું છે કે સરકારના લાખ પ્રયાસો પછી પણ સિસ્ટમમાં હજુ પણ ખામીઓ છે.રાજ્યમાં તાજેતરમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં પંચાયતની ચૂંટણી 3 તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 25 જૂને, બીજા તબક્કાનું મતદાન 1 જુલાઈએ અને ત્રીજા તબક્કાનું મતદાન 8 જુલાઈના રોજ થયું હતું. ત્યારબાદ ચુંટણીના પરિણામો સામે આવ્યા બાદ વિજેતા ઉમેદવારોની શપથ વિધિ સમારોહ ચાલી રહી છે. આ દરમિયાન દમોહ જિલ્લામાંથી આ મામલો સામે આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ સરકારી તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.